Saturday, July 18, 2020

18 / 07 / 2020 દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ( 2020-21 )


દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય

અરજી કરવાની છેલ્લી  ૧૫ / ૦૮ / ૨૦૨૦ 


પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) 

અરજી કરવાની છેલ્લી  ૧૫ / ૦૮ / ૨૦૨૦ 

અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

આ યોજના હેઠળ ન્યુન્યતમ ૩૩૦ ચો.ફુટ નું કોન્ક્રીટ અને જી.આઇ. શીટની છતનું પ્રી-ફેબ્રીકેટેડ સ્ટ્રચર પણ માન્ય ગણાશે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઉંચાઇ ૧૨ફૂટ, જયારે, જ્યારે ન્યુનતમ/લધુતમ પાયો (ફાઉન્ડેશન) જમીનથી ર ફુટ ઉંડાઇથી વધુ અને જમીનથી ન્યુનતમ ર ફુટ ઉંચાઇએ પ્લીન્થ તૈયાર કરવાની રહેશે. એક દરવાજો અને એક બારી, રાખવાની રહેશે. S.O.R. મુજબ ફાઉન્ડેશન, પ્લીન્થ અને ફ્લોરીંગ મેશનરી વર્ક. કોરૂગેટેડ ગેલ્વેનાઇઝ શીટનું છત બનાવવાનું રહેશે. લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત કરી શકાશે 




No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...